/connect-gujarat/media/post_banners/e1dc7c07dac64ee5a1940e8388f6d378fe69044ed170148eba22816402ac39ee.jpg)
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો વહેલી સવારે ઠંડીના ચમકારાનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહી થાય.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમ્યાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. તેમજ ગુજરાતમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યના અમુક વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. જ્યારે તાપમાનનો પારો 13 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. હાલ શિયાળાની 70 ટકા સીઝન પૂર્ણ થઈ ગઈ છે. આ વર્ષે અલનીનોને કારણે ઠંડી ખૂબ જ ઓછી રહી છે. શિયાળો 15 ફેબ્રુઆરી પછી વિદાય લઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. માર્ચ મહિનાથી તાપમાન વધતું હોય છે. તેમ 15 ફેબ્રુઆરીથી તાપમાનનો પારો વધવાની શક્યતા છે.