રાજ્યમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. નલિયામાં સૌથી નીચો 8.8 ડિગ્રી પારો પહોંચ્યો છે. આ સાથે જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. કચ્છના નલિયામાં તાપમાનો પારો ગગડી 8.8 ડીગ્રીએ પહોંચી જતાં રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર નોંધાયું હતું. આ સિવાય ડીસામાં પણ પારો ગગડી 13.8 ડીગ્રી અને ભુજમાં 14 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધુ રહે છે. ત્યારે ડિસેમ્બરનું એક સપ્તાહ વીતી ગયું છે તેમ છતાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં કોલ્ડવેવ શરૂ થશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે, જેથી આગામી બેથી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે.
રાજ્યમાં ઠંડીનું જોર વધશે; આગામી 48 કલાક કોલ્ડવેવની આગાહી
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર
New Update