ચાઈનામાં 4 વર્ષનો જેલવાસ ભોગવી યુવાન પોતાના વતન દીવમાં પરત ફરતા પરિવારે હાશકારો અનુભવ્યો

દિવનો યુવાન મિતેશ સોલંકીના વકીલ આર વી મેહેતા અને પરિવારની મહેનત આખરે રંગ લાવતા મિતેશ સોલંકીને જેલ મુક્ત કરવામાં આવતા મીતેશ સોલંકી માદરે વતન દીવ આવી પહોંચ્યા

New Update

4 વર્ષના જેલવાસ બાદ યુવાનને મળ્યો છુટકારો

ચાઇનાની જેલમાં 4 વર્ષથી બંધ હતો યુવાન

5 ઓફિસર સહિત 16 ખલાસીઓની કરવામાં આવી હતી અટકાયત

ચીનના સાન્યા કોસ્ટ ગાર્ડે 21 લોકોની કરી હતી અટકાયત

જેલમાંથી યુવાન વતન પરત ફરતા પરિવારમાં ખુશી વ્યાપી

સંઘ પ્રદેશ દિવનો યુવાનની ચાઈનામાં પ્રતિબંધિત માસના શિપિંગ કેસમાં 4 વર્ષનો જેલવાસ ભોગવી ઘરે પરત ફરતા પરિવારમાં ખુશી વ્યાપી કેન્દ્ર શાસિત પ્રદેશ દિવના અનેક લોકો શિપમાં નોકરી કરવા માટે જતા હોઈ છે ત્યારે આવોજ એક યુવાન મિતેશ સોલંકી નામનો વર્ષ 2020માં કોરોના કાળ દરમિયાન એક વિદેશી કંપની વિયેત નામની શિપીંગમાં સેકેંડ ઓફિસર તરીકે નોકરી કરતો હતો જેમાં ચાઈનામાં પ્રતિબંધ માંસ જે શિપમાં મોક્લાવેલ હતું તે શિપ અને તેમાં કાર્યરત પાંચ ઓફિસર સહિત અન્ય સોળ ખલાસીઓને ચીનના સાન્યા કોસ્ટ ગાર્ડે અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા..

જેમાંથી સોળ ખલાસીઓને ડિસેમ્બર ૨૦૨૦માં મુક્ત કરવામાં આવ્યા હતા જેમાં અટકાયત કરાયેલ ઓફિસરોની ચીન સરકાર સારી રીતે સારસંભાળ રાખે રાખે તે બાબતે ભારત સરકાર તેમજ ચાઈના સ્થિત ભારતીય દૂતાવાસ સતત પ્રયત્નશીલ રહ્યું હતું જેમાં પક્ડાયે દિવનો યુવાન મિતેશ સોલંકીના વકીલ આર વી મેહેતા અને પરિવારની મહેનત આખરે રંગ લાવતા મિતેશ સોલંકીને જેલ મુક્ત કરવામાં આવતા મીતેશ સોલંકી માદરે વતન દીવ આવી પહોંચતા પરિવારમાં ખુશી વ્યાપી ઉઠી હતી..

 

#Diu #Coast Guard #Sanya Coast Guard #China #સાન્યા કોસ્ટ ગાર્ડે #જેલવાસ
Here are a few more articles:
Read the Next Article