Connect Gujarat
ગુજરાત

ગુજરાતના તમામ મંત્રાલયને નાણા વિભાગે કરકસર કરવા આપી સૂચના, પરિપત્ર કર્યો જાહેર...

નાણાં વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર ની અંદર જે-તે વિભાગને વિવિધ સૂચનો આપવામાં આવ્યા છે. જેમાં બજેટ મેન્યુઅલ સહિતની જે બાબતો છે.

ગુજરાતના તમામ મંત્રાલયને નાણા વિભાગે કરકસર કરવા આપી સૂચના, પરિપત્ર કર્યો જાહેર...
X

રાજ્ય સરકારમાં નવી ભરતીને લઈને નાણા વિભાગે તમામ વિભાગને સૂચના સાથે ગાઈડલાઈન મોકલી છે. આ ગાઈડલાઈન બજેટની તૈયારી સાથે કરકસરના ભાગરૂપે મોકલવામાં આવી છે. જેમાં નવી જગ્યાએ મંજૂરી નહીં આપવા તથા મહેકમ ઘટાડવા સૂચના આપવામાં આવી છે. આ સાથે વર્ગ-4ની સેવાઓ આઉટસોર્સથી કરવા અને નવા વાહનો ખરીદવાને બદલે વાહન ભાડે લેવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત 10 વર્ષીય કેલેન્ડરમાં સામેલ જગ્યાઓ ભરવા સૂચના આપવામાં આવી છે.

નાણાં વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર ની અંદર જે-તે વિભાગને વિવિધ સૂચનો આપવામાં આવ્યા છે. જેમાં બજેટ મેન્યુઅલ સહિતની જે બાબતો છે. તેના સંદર્ભમાં તેમજ વિશેષ 2022-23 માટે જે ચાલુ બાબતો છે. તેની જોગવાઇઓ સંદર્ભે આ પરિપત્રમાં જાણકારી આપવામાં આવી છે. તેની અંદર મહત્વની જે બાબતો છે. તેમાં કહી શકાય કે, બજેટની તૈયારી સાથે કરકસરના પગલાં ભરવા અંગેની સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ ભરતી માટેની જે નવી જગ્યાઓ છે તેને મંજૂરી આપવામાં નહીં આવે તેનો પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્ગ-4ની સેવાઓ આઉટસોર્સથી કરવા તેમજ મહેકમ ઘટાડવાની પણ પરિપત્રમાં છે. આ સિવાય મહેકમ ઘટાડવાની પણ નાણા વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. કારણ કે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અત્યારે થઇ શકે છે, જ્યારે નવી બાબતો આવે છે, ત્યારે જે મહેકમ છે તેના સંદર્ભમાં ફેરવિચારણા કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. જોકે, 10 વર્ષીય કેલેન્ડરમાં જે સામેલ હશે તે જગ્યાઓ ભરવામાં આવશે. તદુપરાંત નવા વાહનોની ખરીદીના સંદર્ભમાં પણ કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે કે, જેમાં હવે નવા વાહનો ખરીદવાને બદલે વાહનો ભાડે લેવામાં આવે. આમ, નાણા વિભાગ દ્વારા આ તમામ સૂચનો તમામ વિભાગોને આવરીને કરવામાં આવ્યા છે. જેની માટેનો પરિપત્ર નાણા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

Next Story