Connect Gujarat
ગુજરાત

અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિટને કચ્છના નાના રણમાં અગરિયાના પાટે જઇ મીઠું મુઠ્ઠીમાં લીધું...

X

અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી આવ્યા ગુજરાતની મુલાકાતે

હિલેરી ક્લિટન કચ્છના નાના રણમાં અગરિયાઓને મળ્યા

રણમાં મીઠું પકવવાની તમામ પ્રોસેસ જાણીને કર્યો સંવાદ

અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિટને કૂડા રણમાં જઇ અગરિયાના પાટે જઇ અગરિયા મહિલાના હાથે મીઠું મુઠ્ઠીમાં લીધુ હતું. મીઠું પકવતા અગરિયાઓ પાસે મીઠું પકવવાની આખી પ્રોસેસ સમજીને એમની સાથે સંવાદ કરી 2 કલાક રણમાં ગાળ્યા હતા. કચ્છના નાના અને વેરાન રણમાં પોતાના પરિવારજનો સાથે ગાત્રો થીજાવતી ઠંડી અને ધોમધખતા તાપમાં કંતાનના ઝુંપડામાં રહી પોતાના પરિવારજનો સાથે મીઠું પકવતા અગરિયાઓની મુલાકાતે અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટન કૂડા રણમાં આવ્યા હતા,

ત્યારે ગુજરાતની ખાસ મુલાકાતે આવેલા અમેરિકાની ફર્સ્ટ લેડી અને અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના ધર્મ પત્નિ હિલેરી ક્લિન્ટન વેરાન રણમાં "કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું" પકવતા અગરિયાનો ઝીરો બીએચકે બંગલો જોવા ખુદ પોતાની ટીમ સાથે આજે રણમાં આવ્યા હતા. જેમાં તેઓ મીઠું પકવતા અગરિયાઓ પાસે મીઠું પકવવાની આખી પ્રોસેસ સમજીને એમની સાથે સંવાદ કરી બે કલાક એમની સાથે કૂડા રણમાં ગાળ્યા હતા. અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિટન અગરિયાના પાટે જઇ અગરિયા મહિલાના હાથે મીઠું મુઠ્ઠીમાં લીધુ હતુ. ધ્રાંગધ્રાની સેવા સંસ્થા દ્વારા આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.સી.સંપટ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત સહિત જિલ્લાના આલા અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રણમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Next Story