Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં ૭ હજાર કારદાતાને IT વિભાગે નોટિસ ફટકારી, મોટા વ્યવહાર અંગે મંગાયા ખુલાસા

ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગ એકશનમાં આવ્યું છે. રાજ્યના 7 હજારથી વધુ કરદાતાઓને નોટિસ ફટકારી છે.

રાજ્યમાં ૭ હજાર કારદાતાને IT વિભાગે નોટિસ ફટકારી, મોટા વ્યવહાર અંગે મંગાયા ખુલાસા
X

ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગ એકશનમાં આવ્યું છે. રાજ્યના 7 હજારથી વધુ કરદાતાઓને નોટિસ ફટકારી છે. 2017-2018માં થયેલા મોટા વ્યવહાર મુદ્દે આ કાર્યવાહી થઈ હોવાનું સૂત્રો તરફથી જાણકારી મળી છે. જમીન-મકાન કે FDમાં મોટા રોકાણ અંગે ખુલાસો માગ્યો છે. જેમાં IT રિટર્ન કોપી, ટેક્સ ની વિગતો, બેંક-GSTની વિગત માંગવામાં આવી છે.

સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી ડેટા ડિપાર્ટમેન્ટ પાસે આવ્યો હોય જેમાં જમીન-મકાન કે FDમાં તેમજ મિલકતની કિંમત ખરીદનાર અને વેચનાર નું નામ પાન નંબર દર્શાવેલ હોય તે પાન નંબરના આધારે જે તે કરદાતાએ રિટર્ન ફાઈલ કર્યું છે કે નહીં તે ચકાસે છે અને વેચનારે પોતાની મિલકત અંગેના વ્યવહાર રિટર્નમાં દર્શાવ્યા છે કે નહીં ? તેમજ ખરીદનારે પોતાની મિલકત પોતાના રિટર્નમાં દર્શાવી છે કે નહીં તેનું વેરિફિકેશન કર્યા બાદ રિટર્નમાં ખરીદી અથવા વેચાણ દર્શાવ્યું ન હોય તેવા કિસ્સાઓમાં ઈન્કમટેક્ષ વિભાગ નોટિસ ફટકારી શકે છે. શહેરના અનેક વિસ્તારોમાં મોટા મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેમાં પ્રોપર્ટી ના ભાવ જંત્રી કરતાં 3 થી 4 ગણા વધારે છે. આવા પ્રોજેક્ટ પર ઇન્કમ ટેક્સ વિભાગની નજર પડી હોય તેવી શક્યતા છે. જો કે આ માહિતી સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી ડિપાર્ટમેન્ટે કાઢી છે. આગામી દિવસોમાં ઈન્કમટેક્ષ વિભાગ વધુ કડક એક્શન લે તેવી ભીતિ સર્જાઇ છે.

Next Story