વાંસદા ખાતેનો કેલીયા ડેમ થયો ઓવરફ્લો,ડેમના પાણી ખેતી માટે બન્યા જીવાદોરી સમાન

કેલીયા ડેમ ઓવરફ્લો થતાની સાથે જ  કુલ 23 થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.જેમાં વાંસદા તાલુકાનું 1,ચીખલી તાલુકાના 16,ગણદેવી તાલુકાના 6 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે

New Update

નવસારી જિલ્લાના વાંસદા ખાતેના કેલીયા ડેમની સપાટી 113.45 મીટરને આંબી જતાં ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની આવક વધવાને કારણે 19 ગામોની ખેતીને લાભ થશે,જોકે ઓવરફ્લોને કારણે 23 જેટલા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે.

કેલીયા ડેમ ઓવરફ્લો થતાની સાથે જ  કુલ 23 થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.જેમાં વાંસદા તાલુકાનું 1,ચીખલી તાલુકાના 16,ગણદેવી તાલુકાના 6 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના અપાય છે.હાલ ડેમમાં 263 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.જેના કારણે ડેમની સપાટીમાં વધારો થવાની શક્યતા છે. ડેમમાં પાણીની આવક વધતાની સાથે જ નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

 

Latest Stories