રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
New Update

હવામાન વિભાગે હજુ પણ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત પર બનેલા સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે વલસાડ, સુરત, નવસારી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં ભારે વરસાદનું અનુમાન છે. કચ્છ-સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.

ભારે વરસાદ અને પવનના કારણે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. માંડવી, મુંન્દ્રા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર અને ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

#Heavy Rain #Gujarat #predicted #Meteorological Department #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article