સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતના અનેક જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ફરી એકવાર ગુજરાતમાં (Gujarat)  વરસાદના (rain) રાઉન્ડ શરૂ

rain13
New Update

ગુજરાતના અનેક જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ફરી એકવાર ગુજરાતમાં વરસાદના રાઉન્ડ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. આઠ જિલ્લાના છુટાછવાયા સ્થળો ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં આજે નુકસાનીનો વરસાદ વરસી શકે છે.. પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં આજે  ભારે વરસાદ વરસી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં પાંચ જિલ્લામાં પણ આજે ભારે વરસાદની હવામાન વિભાગે (Meteorological Department) આગાહી વ્યક્ત કરી છે. સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદની (rain) આગાહીને (forecast) પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે.

#Meteorological Department #Heavy Rain #predicted
Here are a few more articles:
Read the Next Article