હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સામાન્ય વરસાદની કરી આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ચોમાસાને લઈ મોટી આગાહી કરી

Meteorological Department
New Update

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ચોમાસાને લઈ મોટી આગાહી કરી છે.  ચોમાસાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી.  અંબાલાલે કહ્યું કે,  આ વર્ષે ગુજરાતમાં 700 એમએમ વરસાદ પડી શકે છે. વરસાદ પડવાની સાથે સાથે અંબાલાલ પટેલે સલાહ પણ આપી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, આ વર્ષે ચોમાસું ખેડૂતો માટે સારું રહેશે, જ્યારે નવરાત્રિમાં રમવા જતા ખેલૈયાઓ માટે નડતરરૂપ રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે ચોમાસામાં ખૂબ જ સારો વરસાદ વરસી શકે છે.     

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું, ગુજરાતમાં સરેરાશ 700 MM વરસાદ પાડવાની શક્યતા છે. ડાંગ, આહવા અને વલસાડનાં ભાગોમાં 1500 MM વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 2000 MM વરસાદની શક્યતા છે. નવરાત્રિ દરમિયાન વરસાદ પડતાં ખેલૈયાઓની મજા બગડી શકે છે. 

અષાઢી બીજ અને પાંચમે વીજળી થઈ તો શ્રીકાર વરસાદ થશે. ગુજરાતમાં 16 આની વરસાદ અને 12 આની પાક થવાની શક્યતા છે. પાછોતરા વરસાદના કારણે  પાકને નુકશાન થઈ શકે છે. આ વર્ષનું ચોમાસુ પવનની ગતિથી ભરેલું રહેશે. પાલિકા અને મહાપાલિકા અત્યારથી પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેવી અંબાલાલ પટેલે સલાહ આપી છે.

#વરસાદ #હવામાનવિભાગ
Here are a few more articles:
Read the Next Article