ગુજરાતની માથે ફરી તોળાયા માવઠાના વાદળો, આ જિલ્લામાં આગામી 24 કલાકમાં પડી શકે છે કમોસમી વરસાદ

અરબ સાગર તરફથી આવતા ભેજયુક્ત પવનને લીધે કમોસમી વરસાદ વરસવાની આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી

New Update
ગુજરાતની માથે ફરી તોળાયા માવઠાના વાદળો, આ જિલ્લામાં આગામી 24 કલાકમાં પડી શકે છે કમોસમી વરસાદ

• વધુ એકવાર કમોસમી વરસાદની આગાહી

• આગામી 24 કલાકમાં પડી શકે હળવો વરસાદ

• અરબ સાગરમાંથી ભેજયુક્ત પવનો આવતા સંભાવના

• બે-ત્રણ દિવસ તાપમાનમાં નહીં થાય ફેરફાર

• સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં શક્યતા

રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી દ્વારા આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા નહીંવત છે.

અરબ સાગર તરફથી આવતા ભેજયુક્ત પવનને લીધે કમોસમી વરસાદ વરસવાની આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથે આગામી બે-ત્રણ દિવસ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર ન થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. કમોસમી વરસાદની અગાહીના લઈ જગતનો તાત ચિંતામાં મુકાયો છે..