Connect Gujarat
ગુજરાત

શહીદ મહિપાલસિંહનો નશ્વરદેહ જમ્મુથી અમદાવાદ લવાયો, મુખ્યમંત્રીએ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી...

X

જમ્મુથી અમદાવાદ લવાયો શહીદ મહિપાલસિંહનો નશ્વરદેહ

ભારત માતા કી જય, મહિપાલસિંહ અમર રહોના નારા લાગ્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદડ ગામના રહેવાસી અને હાલ અમદાવાદના વિરાટનગરમાં રહેતા 25 વર્ષીય જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા છે, ત્યારે આજે 4 કલાકે શહીદ જવાનનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો, જ્યાંથી મૃતદેહને એરપોર્ટના મેઘાણીનગર ગેટથી બહાર લવાતા શહીદ જવાનના સ્વજનો આવી પહોંચ્યા હતા, જ્યાંથી શહીદ જવાનનો મૃતદેહ તેમના નિવાસસ્થાને લવાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ સહિત ભાજપના કોર્પોરેટરોએ શહીદ જવાન મહિપાલસિંહ વાળાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ લીલાનગર સ્મશાન ગૃહ સુધી નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જ્યાં સ્મશાનમાં પણ “ભારત માતા કી જય” અને “મહિપાલસિંહ અમર રહો”ના નારા લાગ્યા હતા.

Next Story