Connect Gujarat
ગુજરાત

સુરતમાં ગુજરાતની સૌથી મોંઘી ઘારી, જાણો ગોલ્ડ ઘારીની ખાસિયત

'સુરતનું જમણ અને કાશીનું મરણ',આ કહેવત મુજબ સુરત ખાણી-પીણી માટે વખણાય છે.

X

સુરતીઓ દરવર્ષે ચંદી પાડવાના દિવસે કરોડો રૂપિયાની ઘારી આરોગી જાય છે ત્યારે આ વર્ષે એક વેપારીએ ગોલ્ડ ઘારીનું નિર્માણ કર્યું છે જેની કિમત જાણી તમે પણ ચોંકી ઊઠશો

'સુરતનું જમણ અને કાશીનું મરણ',આ કહેવત મુજબ સુરત ખાણી-પીણી માટે વખણાય છે. સુરતમાં ચંદી પડવા પર ઘારી ખાવાની પ્રથા છે. ચંદી પડવાના તહેવાર પર સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી ઝાપટી જાય છે. આ વર્ષે ગોલ્ડ ઘારીની ડિમાન્ડમાં વધારો થયો છે. ગોલ્ડ ઘારીની એક નંગની કિંમત 1100 રૂપિયા અને એક કિલો ગોલ્ડ ધારીનો ભાવ 11 હજાર રૂપિયા છે. ગોલ્ડન ઘારી બનાવવા માટે સોનાનું વરખ ચડાવવમાં આવે છે. સોનાનું વરખ આરોગી શકાતું હોવાથી ગોલ્ડન ઘારી લોકો ખરીદી રહ્યા છે. જ્યારે સામાન્ય ઘારીનો એક કિલોનો ભાવ 800થી 900 રૂપિયા છે. છેલ્લા ત્રણ વર્ષના ઘારીના વેચાણના આંકડાની વાત કરીયે તો 100 ટનથી વધુ ઘારીનું વેચાણ થયું છે.

Next Story