સામાન્ય રીતે સરકારી કચેરીઓમાં સ્ટાફ, અધિકારી કે કચેરીનોનું વાતાવરણ લોકોને સાનુકૂળ આવતું ન હોય પણ અમરેલી જિલ્લાની એક એવી કચેરી જે રજવાડી સમયના બિલ્ડિંગમાં કાર્યરત હોવા છતાં કોર્પોરેટ ઓફિસ હોય તેવું વાતાવરણ અને આવનાર અરજદારો માટે ગાર્ડન સહિતની સુદ્રઢ સુવિધા સાથેની કચેરી તૈયાર કારકમાં આવી છે.
આ છે અમરેલી જિલ્લાના લાઠી ગામની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની પેટા વિભાગીય કચેરી. pgvcl ની પેટા વિભાગની કચેરી 1938માં રજવાડી સમયમાં બનેલા આ બિલ્ડિંગમાં ચાલતી હતી જાણે કોર્પોરેટ ઓફિસ હોય તેવી પીજીવીસીએલના કર્મીઓ અને અધિકારીઓની સેવાની ભાવનાઓને સાર્થક કરતી કચેરી કહેવાય છે. pgvcl ની કચેરી બહાર ગાય માતા માટે અવેડો તો પક્ષીઓ માટે ચબૂતરો અને પીજીવીસીએલના કામ માટે આવતા અરજદારો માટે બેસવા માટેના આધુનિક ઝુલાઓ, બેંચ અને ગાર્ડન ટાઇપની આખી કચેરી જોવા મળી રહી છે. આ કચેરીની વિશેષ વિશેષતા એ છે કે કચેરીનો સમય શરૂ થવા પહેલા pgvcl ના અધિકારી સહિત તમામ કર્મચારીઓ કચેરીમાં રાષ્ટ્રગાનના નાદ બાદ જ કચેરીનું કામકાજ શરૂ કરે છે.સરકારી કચેરીમાં ક્યાંય રાષ્ટ્રગાન સાથે કામકાજ શરૂ થતું હોય તેવી એકમાત્ર રાજ્યની લાઠીની પીજીવીસીએલ પેટા વિભાગ કચેરી છે.
અમરેલી જિલ્લાના લાઠીની પીજીવીસીએલનો પાવર હાઉસ જાણે એક નયન રમ્યો બગીચો હોય અને 1938નું બિલ્ડીંગ જાણે હાલની કોર્પોરેટ ઓફિસ હોય તેવું વાતાવરણ સાથેની કચેરી એકમાત્ર અમરેલી જિલ્લાના લાઠીમાં હોય અને અધિકારી દ્વારા સ્વચ્છતા અને સુંદરતાના સમન્વયને સાર્થક કરતી પીજીવીસીએલ કચેરી અન્ય સરકારી કચેરીઓ માટે પ્રેરણા સમાન બની છે.