/connect-gujarat/media/post_banners/04bea785b630eb89121c87ba0d955c12b0705255f00f88c59028c16563d66c98.webp)
ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થઇ રહી છે, આ સિઝનમાં શરૂ થાય તે પહેલા સામાન્ય માણસ અને ગૃહિણીઓને મોટી રાહત મળી છે, ખરેખરમાં, રાજકોટમાં આજે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તહેવારો પહેલા રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ ઘટ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, સાતમ-આઠમના તહેવારો આવી રહ્યાં છે, આ પહેલા ગૃહિણીઓ માટે સારા સમાચાર આવ્યા છે, રાજકોટમાં સિંગતેલમાં 10 રૂપિયા અને અને કપાસિયા તેલમાં 5 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે ખાદ્યતેલ માર્કેટમાં સિંગતેલનો ડબ્બો 2950 થી 3000 રૂપિયામાં વેચાઇ રહ્યો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1610 થી 1660 રૂપિયા સુધીનો છે. આ બન્ને તેલના ભાવમાં ઘટાડો આવ્યો છે. જોકે, હજુ પણ વેપારીઓનો અંદાજ છે કે ભાવમાં ઘટાડો આવી શકે છે.