અમરેલી : ગાગડિયા નદીના નવસર્જને ગ્રામ્ય જીવનમાં નવી આશા જગાવી, સ્થાનિક યુવાનોએ સન્માનજનક રોજગારી મેળવી

ગાગડિયા નદી આજે ફરી ખળખળ વહેતી થઈ છે. જનભાગીદારી અને દૃઢ સંકલ્પનાના બળે થયેલા નવસર્જનથી આ નદીએ ૨૬ ગામોની તરસ છિપાવી છે, જ્યાં અગાઉ વેરાન ધરતી હતી, ત્યાં આજે હરિયાળી લહેરાઈ રહી છે

New Update
  • જિલ્લાની ગાગડિયા નદી આજે ફરી ખળખળ વહેતી થઈ

  • ૫૪ કિલોમીટર લાંબી ગાગડિયા નદીનું વ્યાપક નવસર્જન

  • ગાગડિયા નદીના નવસર્જનથી ગ્રામ્ય જીવનમાં નવી આશા

  • આ વિસ્તાર ખેતી સમૃદ્ધ બનતા યુવાનો વતન તરફ વળ્યા

  • ગ્રામ્ય વિસ્તારના યુવાનોએ સન્માનજનક રોજગારી મેળવી

અમરેલી જિલ્લાની ગાગડિયા નદીના નવસર્જને ગ્રામ્ય જીવનમાં નવી આશા જગાવી છે. ખેતી સમૃદ્ધ બનતા યુવાનો પોતાના વતનમાં જ સન્માનજનક રોજગારી મેળવી રહ્યા છે.

વર્ષો સુધી સૂકી ભઠ્ઠ પડેલી અમરેલી જિલ્લાની ગાગડિયા નદી આજે ફરી ખળખળ વહેતી થઈ છે. જનભાગીદારી અને દૃઢ સંકલ્પનાના બળે થયેલા નવસર્જનથી આ નદીએ ૨૬ ગામોની તરસ છિપાવી છેજ્યાં અગાઉ વેરાન ધરતી હતીત્યાં આજે હરિયાળી લહેરાઈ રહી છે. આ માત્ર નદીનો પુનર્જન્મ નથીપરંતુ હજારો ખેડૂતોની આશાઆજીવિકા અને ભવિષ્યની પુનઃસ્થાપનાની પ્રેરણાદાયી ગાથા છે.

ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી ૫૪ કિલોમીટર લાંબી ગાગડિયા નદીનું વ્યાપક નવસર્જન કરવામાં આવ્યું છે. નદી હવે સરેરાશ ૨૦ ફૂટ ઊંડી અને ૩૦૦ ફૂટ સુધી પહોળી બની છે. નદી પર ૧૬૦થી વધુ ચેકડેમોના નિર્માણથી જળસંગ્રહ ક્ષમતા વધતા સાથે જમીનની ફળદ્રુપતામાં નોંધપાત્ર વધારો થયો છે. ગાગડિયા નદીની આ સફળતા સાબિત કરે છે કેસહિયારા પુરુષાર્થ અને દૃઢ ઇચ્છાશક્તિથી સૂકી ધરતી પર પણ નંદનવન સર્જી શકાય છે.

આ ભગીરથ કાર્યના પરિણામે ભૂગર્ભ જળસ્તરમાં આશ્ચર્યજનક વધારો નોંધાયો છે. અગાઉ જ્યાં ૪૦૦ ફૂટે પણ પાણી મળતું નહોતુંત્યાં હવે માત્ર ૧૫ ફૂટે જળધારા ઉપલબ્ધ બની છે. પરિણામેખેડૂતો હવે વર્ષમાં ત્રણ પાક લઈ રહ્યા છે અને પંથકમાં કેસર કેરી જેવી બાગાયતી ખેતીનો પણ સફળ પ્રારંભ થયો છે. ગાગડિયા નદીના નવસર્જને ગ્રામ્ય જીવનમાં નવી આશા જગાવી છે. ખેતી સમૃદ્ધ બનતા યુવાનોનું શહેરો તરફનું સ્થળાંતર અટક્યું છે અને લોકો હવે પોતાના વતનમાં જ સન્માનજનક રોજગારી મેળવી રહ્યા છે.

Latest Stories