Connect Gujarat
ગુજરાત

ઘારી APMCનું પરિણામ થયું જાહેર, ભાજપની ભવ્ય જીત થતા ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ....

X

ધારી APMCની ચૂંટણીનું પરિણામ થયું જાહેર

ધારીમાં ફરી લહેરાયો ભાજપનો ભગવો

ભાજપની જીત સાથે કોંગ્રેસનો થયો કારમો પરાજય

ભાજપના કાર્યકરોમાં છવાયો ખુશીનો માહોલ

અમરેલી જિલ્લાના ધારી APMC ખાતે ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. ત્યારે આજરોજ ધારી એપીએમસી સેન્ટર ખાતે મત ગણતરીનો પ્રારંભ થયો હતો. શરૂઆતમાં જ વેપારી વિભાગની ચાર સીટ ઉપર ગણતરી શરૂ કરવામાં આવી હતી. ચાર સીટ ઉપર ભાજપ પહેલી ત્રણ ઉમેદવારોની ભવ્ય જીત થઈ હતી. ગઈકાલ સવારે મતદાન શરૂ થતા એપીએમસી સેન્ટરના 573 જેટલા મતદારો માંથી 525 જેટલા ખેડૂત વિભાગના મતદારોએ મતદાન કર્યું હતું. વેપારી વિભાગમાં 63 મતદાન હતું તેમાં વેપારીઓ દ્વારા 63 વેપારીએ મતદાન કરી સો એ સો ટકા મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપની ભવ્ય જીત થતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સાથે જ ભારતીય જનતા પાર્ટીની જીત થતા આગેવાનોએ ખેડૂતો અને વેપારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

ધારી એપીએમસીની ચૂંટણી જાહેર થતાં કોંગ્રેસ અને ભાજપ પ્રેરિત બંને પેનલના ઉમેદવારોએ ચૂંટણી માં ઉમેદવારી નોંધાવી હતી ત્યારે ખેડૂત વિભાગમાંથી કોંગ્રેસ પ્રેરિત પેનલનો કારમો પરાજય થયો હતો અને ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો હતો ત્યારે વેપારી વિભાગમાં ચાર સીટ ઉપર ભાજપ એક સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાયા હતા.


Next Story