/connect-gujarat/media/media_files/2025/07/18/corruption-allegations-2025-07-18-15-35-17.jpg)
ચોમાસાની સિઝનમાં ગુજરાતના મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાથી માલસામોટને જોડતો માર્ગ પણ બિસ્માર બન્યો છે. આ માર્ગનું એક મહિના પૂર્વે જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું જોકે વરસાદ વરસતા જ આ માર્ગ પર ખાડા પડી ગયા હતા જેના પગલે તંત્ર દ્વારા ફરી સમારકામ કરવાની ફરજ પડી હતી.
આજરોજ આ માર્ગનું કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણે નિરીક્ષણ કર્યું હતું.કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે રૂપિયા 15 કરોડના ખર્ચે બનેલ માર્ગમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો છે ત્યારે નર્મદા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરી તેનું પેમેન્ટ અટકાવે તેવી માંગ કરવામાં આવી છે.