રાજ્ય સરકારે શિક્ષકોની બદલીના નિયમો કર્યા જાહેર, જાણો કયા નવા નિયમો આવ્યા

નવા વર્ષમાં શિક્ષકો માટે રાજ્ય સરકારે એક મોટા સમાચાર આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક/મદદનીશ

New Update
studeant
Advertisment

નવા વર્ષમાં શિક્ષકો માટે રાજ્ય સરકારે એક મોટા સમાચાર આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે. આ નિયમો અંતર્ગત હવેથી રાજ્યમાં શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષક જેમની ઓછામાં ઓછી ૨ વર્ષની સેવા પૂર્ણ થયેલી હોય તેઓને જિલ્લા ફેર-બદલી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ જિલ્લા ફેર-બદલી ઓનલાઇન સૉફ્ટવેરના માધ્યમથી કરવાની જોગવાઇ કરવામાં આવી છે. સરકારના આ નિયમ જાહેર થયા બાદ શિક્ષકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ છે. 

Advertisment

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકે પોતાની મૂળ નિમણૂંકના જિલ્લાની કચેરી મારફતે અરજી કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ અરજી શાળાના આચાર્ય તથા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને કમિશ્નર શાળાઓની કચેરીને મોકલી આપવાની રહેશે. નિયત સમય મર્યાદામાં અરજીઓ મળ્યા બાદ કમિશ્નર શાળાઓની કચેરી દ્વારા રાજ્ય કક્ષાની વિભાગ/વિષયવાર કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ કમિશ્નર શાળાઓની કચેરી ગાંધીનગરની મંજુરી મળ્યેથી આખરી ઓનલાઇન યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને તે મૂજબ જિલ્લા ફેર-બદલીના હુકમો ઓનલાઇન જ કરવામાં આવશે. કેમ્પમાં બદલી હુકમ થયેથી શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકને ફરજિયાત છૂટા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારીની નિયત કરવામાં આવી છે અને છૂટા કર્યા બાદ તે અંગેના હુકમો ઓનલાઇન અપલોડ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

Latest Stories