Connect Gujarat
ગુજરાત

રાજ્ય સરકારે હાઉસિંગ બોર્ડનાં આવાસોના રિડેવલપમેન્ટની વહીવટી ફી અને ચાર્જમાં રાહત આપી

ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી.

રાજ્ય સરકારે હાઉસિંગ બોર્ડનાં આવાસોના રિડેવલપમેન્ટની વહીવટી ફી અને ચાર્જમાં રાહત આપી
X

ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલ દ્વારા રાજ્યમાં બનાવવામાં આવેલાં મકાનો માટે વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ તથા અનઅધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમમાં રાહત આપવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. એમાં સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ અને અનઅધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમમાં મકાનધારકોને રાહત આપવાનો નિર્ણય લીધો છે. હવે મકાનધારકોએ ટ્રાન્સફર ફી વન ટાઇમ ભરવાની રહેશે તેમજ દસ્તાવેજની લેટ ફી પણ વન ટાઇમ કરી છે.

ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી. ઉપરાંત હાઉસિંગ બોર્ડનાં મકાનોમાં ટ્રાન્સફર ફીના કિસ્સામાં મૂળ લાભાર્થી બાદ ઉત્તરોત્તર પાવર ઓફ એટર્નીના આધારે દરેક ટ્રાન્સફરદીઠ લેવાતી ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલવામાં આવશે.

Next Story