Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાંથી સ્ટેટ મોનીટરિંગ સેલે બે વર્ષમાં રૂપિયા 17 કરોડ દારૂનો જથ્થો જપ્ત કર્યો

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બે વર્ષમાં 17 કરોડનો ઈંગ્લીશ દારૂ ઝડપાતા સ્થાનિક પોલીસ તેમજ એજન્સીઓની બોલતી બંધ થઈ જવા પામી છે.

ગુજરાતમાંથી સ્ટેટ મોનીટરિંગ સેલે બે વર્ષમાં રૂપિયા 17 કરોડ દારૂનો જથ્થો જપ્ત કર્યો
X

સમગ્ર રાજ્યમાં જુદી જુદી બોર્ડર પરથી બુટલેગરો નવા નવા કીમીયા અજમાવીને કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોય છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બે વર્ષમાં 17 કરોડનો ઈંગ્લીશ દારૂ ઝડપાતા સ્થાનિક પોલીસ તેમજ એજન્સીઓની બોલતી બંધ થઈ જવા પામી છે.

તહેવાર આવે ત્યારે દારૂની રેલમછેલ થતી હોય છે જેના પર હંમેશા પોલીસ વોચ હોય છે. દિવાળી, ક્રિસમસ, ઉત્તરાયણ સહિતના તહેવારોમાં દારૂનો જથ્થો એસએમસીની ટીમ વધુને વધુ ઝડપી પાડતી હોય છે. એસએસીની ટીમે જે દારૂનો જથ્થો જપ્ત કર્યો તેમાં સૌથી વધુ અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટનો છે આ સિવાય બોર્ડર ઉપરથી પણ દારૂ જપ્ત થયો છેટલેગર્સ અલગ અલગ મોડસ ઓપરેન્ડી નો ઉપયોગ કરીને રાજ્ય બહારથી લાવીને અમદાવાદ, વડોદરા, સુરત સહિત ગુજરાતમાં ઠાલવે છે. બુટલેગર્સ પર ભલે સ્થાનિક પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પીસીબીના ચાર હાથ હોય પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે એક પછી એક રેડ કરીને કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલે ગત વર્ષે ૧૦.૪૦ કરોડ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે જેના કારણે કેટલાક બુટલેગરે પોતાનો ધંધો બંધ કરી દીધો છે. છેલ્લા બે વર્ષમાં ૧૭ કરોડથી પણ વધુનો દારૂ જપ્ત એસએમસીએ કર્યો છે.વર્ષ ૨૦૨૧ કરતાં વર્ષ ૨૦૨૨માં એસએમસીની ટીમે રેકોર્ડ બ્રેક કામગીરી કરીને ૧૦.૪૦ કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે. આંકડા પર નજર કરવામાં આવે તો એસએમસીની ટીમે વર્ષ ૨૦૨૧માં કુલ ૨૭૫ દારૂના કેસ કર્યા હતા. જેમાં ૬.૯૦ કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો, જ્યારે ગત વર્ષે એટલે કે ૨૦૨૨માં ૪૪૦ કેસ કર્યા છે જેમાં ૧૦.૪૦ કરોડનો દારૂ જપ્ત કર્યો છે

Next Story