/connect-gujarat/media/post_banners/ea487bbdd916f2bc778efc97d1b1cfbfa55ca9ea1f2c7f343eea107f5f7bcd76.webp)
જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી શરતી જામીન આપી દેવામાં આવ્યા છે. મોરબી ઝૂલતા પુલ કેસમાં ઓરેવાના માલિક જયસુખ પટેલ 14 મહિનાથી જેલમાં બંધ હતા. ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલને જામીન આપ્યા નહતા. જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જયસુખ પટેલને શરતી જામીન આપવામાં આવ્યા છે. તેઓ વિદેશ જઈ શકશે નહીં તે શરતે સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને જામીન આપ્યા છે.30 ઓકટોબર, 2022ના રોજ મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટતા 135 લોકોના મૃત્યુ થયા હતાં. જેમાં પોલીસે 10 આરોપીઓ સામે FIR નોંધી હતી. આ 10 આરોપીઓ પૈકી મોરબી ઝૂલતાં બ્રિજનું મેનેજમેન્ટ કરનાર ઓરેવા કંપનીના 2 મેનેજર, 2 કલાર્ક, 3 સિક્યુરિટી ગાર્ડ અને બ્રિજનાં કલરકામ સાથે સંકળાયેલા 1 વ્યક્તિ એમ મળીને કુલ 8 લોકોને હાઈકોર્ટ જામીન આપી ચૂકી છે. જ્યારે મુખ્ય આરોપી જયસુખ પટેલના જામીન હાઇકોર્ટે 19 ડિસેમ્બરે ફગાવી દીધા હતા. જયસુખ પટેલ ઉપર IPCની કલમ 304, 308, 337 અને 114 વગેરે કલમ લાગેલી છે.