Connect Gujarat
ગુજરાત

કાયદાકીય લડતમાં ગ્રામજનોની જીત : સાબરકાંઠાના હમીરગઢમાં સરકારી જમીન નામે કરી વેચી દેવાનો મામલો, જિલ્લા કલેક્ટરનો ગામલોકો તરફી હુકમ…

X

હમીરગઢની સરકારી પડતર જમીન નામે કરી વેચવાનો મામલો

ગ્રામજનો દ્વારા પ્રાંત કલેકટર અને સિવિલ કોર્ટનો લેવાયો સહારો

જમીન પર ગામ લોકોનો હક યથાવત રાખતો કલેક્ટરનો હુકમ

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર તાલુકાના હમીરગઢ ગામે આવેલી ૩૧ હેક્ટર સરકારી પડતર જમીનમાં કેટલાક લોકોએ પોતાના નામ ચડાવી દીધા હતા, અને બાદમાં તે જમીન અન્ય વ્યક્તિઓને વેચી દેવામાં આવી હતી. જોકે, ગ્રામજનોને સમગ્ર વાતની જાણ થતા ગ્રામજનોએ મામલતદાર સહિત પ્રાંત કલેકટર અને સિવિલ કોર્ટનો સહારો લીધો હતો. સમગ્ર મામલે ગ્રામજનો જાગૃત થઈ અલગ અલગ જગ્યાએ કાયદાકીય લડત સાથે સરકારમાં પણ રજૂઆત કરતા આખરે સરકારી પડતર જમીન ગ્રામજનોને યથાવત રાખવા માટેનો જિલ્લા કલેકટર દ્વારા હુકમ થતા સમગ્ર ગ્રામમાં ખુશીનો માહોલ વ્યાપ્યો હતો.

તો બીજી તરફ, હિંમતનગર તાલુકાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાની પુત્રી અને તેમના કેટલાક મિત્રો અને પરિવારજનોને વેચાણ આપી દીધી હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. હમીરગઢ ગામની ૩૧ હેક્ટર જેટલી સરકારી પડતર જમીન નો ખરીદીનો દસ્તાવેજ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ થઈ ચૂક્યો હતો. જોકે, સમગ્ર મામલો ગ્રામજનોને જાણ થતા રામજનોએ પ્રથમ મામલતદાર બાદમાં પ્રાંત કચેરી અને કલેક્ટર તેમજ સિવિલ કોર્ટનો સહારો લીધો હતો, અને આખરે જિલ્લા કલેકટર દ્વારા વેચાણ દસ્તાવેજ રદ કરીને ગ્રામજનોને આ જગ્યા યથાવત રીતે ભોગવવા માટેનો હુકમ કરાતા ગ્રામજનોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે.

Next Story