Connect Gujarat
ગુજરાત

સિંહનાં ટોળાં હોય!:અમરેલીના રામપરા ગામમાં એકસાથે 8 સિંહ લટાર મારવા નીકળતા વાહનોનાં પૈડાં થંભી ગયાં

રામપરા ગામના રહેણાક વિસ્તારોમાં સિંહો દીવાલો ઉપર છલાંગ મારી ભાગદોડ કરતા નજરે પડી રહ્યા છે. સિંહોનો અહીં આસપાસ વસવાટ હોવાને કારણે તેઓ શિકાર અને પાણીની શોધમાં આવી જાય છે

સિંહનાં ટોળાં હોય!:અમરેલીના રામપરા ગામમાં એકસાથે 8 સિંહ લટાર મારવા નીકળતા વાહનોનાં પૈડાં થંભી ગયાં
X

અમરેલી રાજુલાના રામપરા ગામે રામપરા ગામના રહેણાક વિસ્તારોમાં સિંહો દીવાલો ઉપર છલાંગ મારી ભાગદોડ કરતા નજરે પડી રહ્યા છે. સિંહોનો અહીં આસપાસ વસવાટ હોવાને કારણે તેઓ શિકાર અને પાણીની શોધમાં આવી જાય છે. ત્યારે બીજી બાજુ, આ પ્રકારે ગામમાં સિંહોની હાજરી હોવાને કારણે ગ્રામજનોમાં પણ ભયના માહોલ વ્યાપી ગયો છે.

ગામમાં એકસાથે આટલી સંખ્યામાં સિંહોની અવરજવર હોવાના કારણે ગામના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા આ મામલે વન વિભાગને પણ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં સિંહો વારંવાર ગામમાં આવી ચઢે છે, જેથી ગ્રામજનોમાં વન વિભાગને લઈ નારજગી ઊભી થઈ રહી છે.વધુ એક વખત સિંહનાં ટોળાંની લટારનો વીડિયો રાજુલાના રામપરા ગામેથી સામે આવ્યો છે, જેમાં એકસાથે આઠ જેટલા સિંહ દેખાઈ રહ્યા છે.

Next Story