/connect-gujarat/media/media_files/2024/12/22/1hwaFnXo9Cr1fRIoxmns.jpg)
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે વાતાવરણ બદલાવાની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે તારીખ27 અને 28 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કમોસમી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જેમાં 15 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના આગાહી મુજબ, અરબી સમુદ્રમાંથી આવતા ભેજના પગલે 27 ડિસેમ્બરે પંચમહાલ,દાહોદ,મહીસાગર,છોટા ઉદેપુર, નર્મદા,જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બનાસકાંઠા, પાટણ,મહેસાણા,સાબરકાંઠા,અરવલ્લી