દ્વારકાથી બેટદ્વારકા જવા દર કલાકે બસ મળશે,એસ.ટી.ના આ રૂટને પણ મળી મંજૂરી

New Update
દ્વારકાથી બેટદ્વારકા જવા દર કલાકે બસ મળશે,એસ.ટી.ના આ રૂટને પણ મળી મંજૂરી

PM નરેન્દ્ર મોદીના હસ્તે 25 ફેબ્રુઆરી, 2024ના રોજ 2.32 કિમીનો દેશનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરાયું ત્યારે લોકાર્પણ બાદના 24 કલાકમાં જ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને બેટદ્વારકા જવા-આવવા માટેના 4 રુટોની સરકારે મંજૂરી આપતા બેટ દ્વારકાના વિકાસના દ્વાર ખોલ્યા છે. આ બ્રિજ ઓખાની મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકાને જોડે છે, જેથી બેટ દ્વારકા જનારા દરરોજના હજારો યાત્રિકોને આ સુવિધાનો લાભ મળશે.અહીં છેલ્લા હજારો વર્ષોથી ફકત દરિયાઈ માર્ગે હોડી કે વહાણના માધ્યમથી વ્યકિતઓ અને માલ-સામાનનું પરીવહન થતું હતું.

કોઈ ગર્ભવતી સ્ત્રીને પ્રસુતિની પીડા થાય, કોઈ વ્યકિતનો અકસ્માત થાય, કોઈ વ્યકિતને હાર્ટ એટેક આવે, કોઈકના વ્હાલસોયા બાળક પર કોઈ તાત્કાલિક સંકટ આવી પડે એવી પરિસ્થિતિમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. સ્થાનિકોની આ વ્યથાને સમજીને પીએમના સૂચન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.બેટ દ્વારકાની જનતાને આઝાદીના 75 વર્ષ બાદ ખરા અર્થમાં પરીવહનની સ્વતંત્રતા મળી છે. ઉપરોકત રૂટની સાથો-સાથ દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે સવારે 5.00 વાગ્યાથી શરૂ કરી મોડી રાત સુધી દર કલાકે બસ સેવા ચાલશે.

Latest Stories