ગોંડલની ખાનગી શાળાની હોસ્ટેલની ગંભીર બેદરકારી
બ્રાહ્મણ પરિવારના દીકરાનું બીમારી બાદ મોત નીપજ્યું
બેજવાબદાર સંચાલકોની બેદરકારીનો પરિજનોનો આક્ષેપ
બહેનોએ અશ્રુભરી આંખે મૃતક ભાઈના હાથે રાખડી બાંધી
સદગતની અંતિમયાત્રામાં લોકોએ શોકભેર શ્રદ્ધાંજલી અર્પી
જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના હવેલીના મુખ્યાજીનો એકમાત્ર કાંધિયો અને બહેનોના એકમાત્ર લાડકવાયા ભાઇને રાખડી બાંધી લાંબા આયુષ્યની ખેવનાને બદલે ગોંડલની નામી શૈક્ષણિક સંસ્થાના બેદરકારીભર્યા વહીવટના આક્ષેપ સાથે અશ્રુભરી આખે પોતાના સ્વજનને અંતિમ વિદાય આપવી પડી હતી. મૃતકના પરિવારજનોએ રોષ સાથે કથની વર્ણવતા જણાવ્યુ હતું કે, અમારા દિકારાની સતત 4 દિવસ થયાને તબિયત કથળતી હોય અને સામાન્ય BHMS ડોકટર પાસે સારવાર કરાવી તબિયત વધુ બગડ્યા બાદ વાલીઓને જાણ કરવામાં આવી હતી. જોકે, રવિવાર હોય, જેથી કોઈ ડોકટરે હાથ પકડ્યો ન હોયને પોતાનો વ્હાલસોયો ગુમાવવો પડ્યો છે.
ગોંડલની ધોળકિયા શાળાના સંસ્થાપકોની બેજવાબદારી અને જે ડોકટર દ્વારા સારવાર કરવામાં આવી તે પણ તબિયત લથડતાં મદદ કરવાના બદલે આ ગંભીર બેદરકારીના કારણે એક આશાસ્પદ યુવાનને પરિવારે ગુમાવવો પડ્યો છે. માળિયા હાટીનાના રહેવાશી અને અત્રેની ગોવર્ધન નથજીની હવેલીમાં મુખ્યાજી (પૂજારી) તરીકે સેવા આપતા લલિત પરમાનંદ પાઠક 2 દીકરી અને એક 17વર્ષીય પુત્ર ગોંડલની ધોળકિયા શાળામાં 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. મૃતક વિદ્યાર્થી શ્યામને સંસ્થાની બેદરકારીના કારણે મોત થયું હોય માળિયાહાટીના બ્રમ્હ સમાજ તેમજ વૈષ્ણવો મોટી સંખ્યામાં સદગતની અંતિમયાત્રા નીકળતા શોક સાથે સંસ્થા પર રોષ વ્યક્ત કર્યો હતો.
જોકે, આજરોજ ભાઈ-બહેનના અતૂટ પ્રેમસમા રક્ષાબંધનના પવિત્ર દિવસે મૃતક શ્યામની બહેનોએ હસતા મોઢે રાખડી લઈ પોતાના ભાઈના લાંબા આયુષ્યના આશીર્વાદના બદલે ભાઈના મૃતદેહને રાખડી બાંધતા દરેકની આંખો અશ્રુ રોકી શકી નહોતી. મૃતક શ્યામને તેના પિતરાઈ ભાઈઓ અને બન્ને બહેનોએ મુખાગ્નિ આપી અશ્રુભરી આંખે શોકભેર વિદાય આપી હતી. તો બીજી તરફ, વૈષ્ણવ સમાજે પોતાના ધંધા-રોજગાર બંધ રાખી તથા બ્રમ્હ સમાજ સહિત બહોળી સંખ્યામાં સદગતની અંતિમયાત્રામાં જોડાઈ શોકભેર શ્રદ્ધાંજલી અર્પી હતી.