Connect Gujarat
ગુજરાત

પાટણ ચાણસ્મા-હારીજ રોડ પર બાઇકને ટક્કર મારી કાર ઝાડ સાથે અથડાઇ, ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત

ધરમોડા નજીક અલ્ટો અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારચાલક, બાઈક ચાલક અને કારમાં સવાર યુવતીનું કરુણ મોત નીપજ્યું

X

ચાણસ્મા-હારીજ રોડ રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

કાર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

અકસ્માતમાં 3 લોકોના મોત જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત

અકસ્માતમાં 2 પુરુષ અને 1 મહિલાનું મોત નીપજ્યું

પાટણમાં બે અલગ અલગ અકસ્માતમાં 6 લોકોના મોત

પાટણ જિલ્લાના ચાણસ્મા-હારીજ માર્ગ પર અલ્ટો કારે બાઇકણે ટક્કર મારી ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં 2 પુરુષ સહિત 1 મહિલાનું મોત નીપજ્યું છે પાટણ જિલ્લાના ચાણસ્મા-હારીજ માર્ગ પર બપોરે 2:30 વાગ્યા આસપાસ અલ્ટો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક, કાર ચાલક અને કારમાં સવાર યુવતી એમ ત્રણના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે કાર સવાર ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા થયા છે. જેમને 108 દ્વારા ચાણસ્મા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતની મળતી માહિતી મુજબ ગુરુવારે બપોરના 2:30 વાગ્યા આસપાસ ચાણસ્મા હારીજ હાઇવે માર્ગ પર ધરમોડા નજીક અલ્ટો અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારચાલક, બાઈક ચાલક અને કારમાં સવાર યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. અકસ્માતના બનાવવાની જાણ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જમાદાર અશોકભાઈ ચૌધરીને થતા તેઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી કારમાં સવાર ઇજાગ્રસ્તોને 108 મારફતે ચાણસ્મા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડવાની તજવીત હાથ ધરવામાં આવી હતી

મૃતકોના નામ:-

-ઠાકોર રામાજી વાઘાજી (ઉવ.50)

-પટેલ વિશ્વાબેન કનુભાઇ (ઉવ.22)

-પટેલ મનોજભાઇ હેમરાજભાઇ (ઉવ.45)

Next Story