પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર, સોમનાથ મંદિરે વહેલી સવારે ભક્તોનું ઘોડાપુર ઉમટયુ

આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું

New Update
પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર, સોમનાથ મંદિરે વહેલી સવારે ભક્તોનું ઘોડાપુર ઉમટયુ

આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું ત્યારે હાર હાર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ

વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આજે શ્રાવણ માસ ના બીજા સોમવારે ભાવીકોનું ઘોડાપુર વહેલીસવારે 4:00 વાગ્યે મંદિર ખુલતાની સાથેજ ઉમટી પડ્યુ હતુ. પવિત્ર શ્રાવણ માસ નો સમય જેમજેમ પસાર થાય છે તેમતેમ દેશવિદેશ થી ભાવીકોનુ ઘોડાપુર સુપ્રસીધ્ધ સોમનાથ મંદિર તરફ આવી રહ્યુ છે. આજે પવિત્ર શ્રાવણ માસ ના બીજા સોમવારે સોમનાથ મંદિર 4:00 વાગ્યે ખુલતાની સાથેજ ભાવીકોની લાંબી કતારો જોવા મળી હતી. સોમનાથ ટ્રસ્ટ તથા પોલીસ તંત્ર દ્રારા ભાવીકોની સલામતી અને સુવીધાઓ બાબતે તકેદારી રાખવામા આવી હતી . આજરોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય એ પણ પરીવાર સાથે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી સમગ્ર દેશવાસીઓ ને સુખ ,સમૃધ્ધી અને કોરોનામુકત થાય તેવી પ્રાથઁના કરી હતી.

Latest Stories