આજે વિશ્વ સિંહ દિવસ; એશિયાટિક સિંહો છે ગુજરાતની "આન બાન અને શાન"

વર્ષ 2020ની વસ્તી ગણતરી મુજબ સિંહોની સંખ્યા 674, એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન.

New Update
આજે વિશ્વ સિંહ દિવસ; એશિયાટિક સિંહો છે ગુજરાતની "આન બાન અને શાન"

10 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ના ગીર જંગલમા સિંહોની વસ્તી જોવા મળે છે. એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન ગણાય છે. 

આજે 10 ઓગષ્ટ છે આપણને સૌને ખબર છે પણ આજે વિશ્વ સિંહ દિવસ પણ છે. આ દિવસની વન વિભાગ દ્વારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ના ગીર જંગલમા સિંહોની વસ્તી છે. એશિયાટિક સિંહોને ગુજરાતની આન બાન અને શાન ગણવામાં આવે છે. આજે સિંહ દિવસ પર પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યુંકે, સિંહ જાજરમાન અને હિંમતવાન પ્રાણી છે. ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ છે. અને વડાપ્રધાને વિશ્વ સિંહ દિવસની સુભેચ્છાઓ પાઠવી હતી.

આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ના ગીર જંગલમા સિંહની વસ્તી છે.

એશિયાઇ સિંહએ બિલાડ વંશનું સૌથી ઊંચું અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાઇ સિંહ એ ભારતમાં જોવા મળતી 5 "મોટી બિલાડી" ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફનો દીપડો અને ધબ્બેદાર દીપડો વગેરે છે. પહેલાના સમયમાં તે અરબસ્તાનથી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પૂરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે.

એક અંદાજ પ્રમાણે એશિયાટીક સિંહ ભારતદેશમાં લગભગ 50,000 થી 1,00,000 વર્ષ પહેલા પ્રવેશ્યા. 1880થી 1890 સુધીમાં દેશમાંના અન્ય રાજ્યોમાંથી ધીરેધીરે સિંહનો સફાયો થયો, અને ફક્ત ગીરના જંગલ પૂરતા તે સિમીત રહી ગયા. જૂનાગઢ નવાબે સિંહની વસ્તીને પર્યાપ્ત રક્ષણ પુરૃ પાડતા 1904થી 1911ના વર્ષ સુધીમાં સિંહની વસ્તી વધી હતી. નવાબના અવસાન બાદ વાર્ષિક 12થી 13 સિંહોનો શિકાર કરવામાં આવતો. 1911થી સિંહના શિકાર ઉપર ચુસ્તપણે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. 1913માં જૂનાગઢના મુખ્ય વન અધીકારી તરફથી કરવામાં આવેલ નોંધ અનુસાર વધારેમાં વધારે 20 સિંહો હયાત હોવાનું જણાયું હતું.વિશ્વ સિંહ દિવસ પર, હું સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તમામ લોકોને મારી શુભેચ્છાઓ પાઠવું છું. આ એક વાત આપણને બધાને આનંદ આપનારી છેકે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં સિંહોની વસ્તીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

એપ્રિલ 2005ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં 359 સિંહ નોંધાયેલા હતા, જે 2001ની સરખામણીએ 32નો વધારો સુચવે છે. 2015ની વસતિ ગણતરી મુજબ ગીર અને આસપાસના વિસ્તારોમાં 523 સિંહ નોંધવામાં આવ્યા, જે એ અગાઉની 2010ના વર્ષની કરતા 112નો વધારો સુચવે છે. ગીરમાં હાલ સિંહોની સંખ્યા 674 છે. જૂન મહિનામાં સિંહોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં સિંહોની વસ્તીમાં આશરે 29 ટકા જેટલો વધારો થયો હતો. ગુજરાતમાં કુલ 9 જીલ્લાના 53 તાલુકામાં સિહોનો વસવાટ છે એટલે કે અંદાજે 30 હજાર સ્ક્વેર કી.મી.માં સિંહો ફેલાયેલા છે. વર્ષ 2015ની વસ્તી ગણતરી મુજબ સિંહોની સંખ્યા 523 હતી અને વર્ષ 2020માં તે વધીને 674 થઈ છે જે પાંચ વર્ષમાં અંદાજે 29 ટકાનો વધારો છે.

ગુજરાત માટે આ દિવસ ગૌરવ લેવા જેવો દિવસ છે. ગુજરાતે સિંહોને જે રીતે જાળવી રાખ્યા છે, તેને કારણે આજે આપણે એશિયાટિક લાયન્સ હોવાનું ગૌરવ લઈ શકીએ છીએ. એક ટ્વીટમાં પીએમ મોદીએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છેકે, જ્યારે હું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતો હતો, ત્યારે મને ગીરના સિંહોના સંરક્ષણ માટે કામ કરવાની ઉમદા તક મળી હતી. તે સમયે મને સિંહોની સલામતી અને તેમના સુરક્ષિત રહેઠાણ માટે ઘણાં કાર્યો કરવાની તક મળી હતી. સિંહોની સલામતી માટે સ્થાનિક સમુદાયો તેમજ વૈશ્વિક કક્ષાના નિષ્ણાંતોની પણ મદદ લેવામાં આવી રહી છે. આપણાં ત્યાં સિંહો એકદમ સલામત છે. તેમના થકી પ્રવાસનને પણ ખુબ જ પ્રોત્સાહન મળ્યું છે. આ સાથે જ સિંહોની સલામતી માટે અમારી સરકારે અનેક પહેલ કરી છે. સૌરાષ્ટ્રમાં સાત સ્થળોએ વર્ચ્યુલ ઉજવણીનો કાર્યક્રમ રખાયો હતો. મુખ્યમંત્રી અને વનમંત્રી પણ આ વર્ચ્યુલ ઉજવણીમાં જોડાયા. જ્યાં સિંહ સંરક્ષણના શપથ પણ લેવામાં આવ્યા. 

Latest Stories