દીપાવલીના તહેવારોમાં અમરેલી જિલ્લાના ધારી સફારી પાર્ક ખાતે પર્યટકોની ભીડ ઉમટી છે. ધારી સફારી પાર્ક પર હાલ સિંહ જોવાની ઘેલછાથી રાજ્યભર માંથી સહેલાણીઓ ઉમટ્યા છે. સિંહ દર્શન સાથે વન્યપ્રાણીઓ જોવાનો ઘસારો જોવા મળી રહ્યો છે.
ત્યારે ધારી ગીર ખાતે સફારી પાર્કમાં પર્યટકોને આકર્ષવા માટે ધારી વનવિભાગ દ્વારા સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી છે. વન્યપ્રાણીઓને નજીકથી જોઈ શકે ને વન્યજીવોની ખાસિયતો અંગે આવતા પર્યટકોને વનવિભાગના કર્મીઓ દ્વારા જાણકારી અપાઈ રહી છે. જ્યારે વનવિભાગની આન બાન અને શાન ગણાતા એશિયાંટીક સિંહો જોવાની ઈચ્છાઓ સફારી પાર્કમાં સહેલાણીઓ આરામથી પૂરી થઈ શકે છે. રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ અને રાજ્ય બહારના પર્યટકો ને સંતોષ મળે તેવી દિવાળીના તહેવારો પર વનવિભાગે ગોઠવણ કરી છે જેનાથી સિંહ દર્શનનો લાહ્વો લેનારા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.