ગુજરાતમાં મોટાપાયે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 109 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. જેમાં મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવવા આવ્યા છે. તો એકે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મીણા, મોહમ્મદશાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ મનીષાચંદ્રા, બચ્છાનીધી પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
મુકેશ પુરીને સચિવાલયમાં ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા છે, અત્યારે તેઓ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં ACS હતા. એકે રાકેશને વધારાનો ચાર્જમાંથી મુક્ત કરાયા છે. જો કે, મુકેશ પુરી પાસે સરદાર સરોવર નર્મદા નિગમના MDનો વધારાનો ચાર્જ રહેશે. સંજય નંદનને સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એમ્પલોયમેન્ટમાં અમદાવાદના મહાત્મા ગાંધીના લેબર ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર જનરલ બનાવાયા છે. તેઓ ગુજરાત રાજ્ય વેરહાઉસ કોર્પોરેશનમાં એમડી હતા. સાથે જ ડો. અનૂજ શર્માને વધારાના ચાર્જમાંથી મુક્ત કરાયા છે.
એ કે રાકેશને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા છે. અત્યારે તેઓ સચિવાલયમાં સામાન્ય વહીવટ વિભાગમાં ACS હતા. કમલ દયાણીને મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે યથાવત રખાયા છે, જો કે, એકે રાકેશની બદલી થતાં તેમને સામાન્ય વહીવટ વિભાગનો એડિશનલ ચીફ સેક્રેટરીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અરૂણકુમાર સોલંકીને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં આવતા ગુજરાત રાજ્ય વેરહાઉસ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર બનાવાયા છે. હાલમાં તેઓ વન અને પર્યાવરણના એડિશનલ ચીફ સેક્રેટરી હતા.
એસ જે હૈદરને ઈન્ડસ્ટ્રી એન્ડ માઈન્સ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા છે, તેઓ સચિવાલયમાં શિક્ષણ વિભાગમાં (ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ) એડિશનલ ચીફ સેક્રેટરી હતા, જ્યારે કમલ દયાણીને ખાણ વિભાગના વધારાના હવાલામાંથી મુક્ત કરાયા છે. મુકેશ કુમારને શિક્ષણ વિભાગમાં (ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ)ના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા છે. તેઓ સચિવાલયમાં શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી હતા.