Connect Gujarat
ગુજરાત

વલસાડ નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માત, 2 લોકોના મોત

વલસાડ નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માત, 2 લોકોના મોત
X

વલસાડ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ટ્રિપલ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટેમ્પો, આઈસર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી.

વલસાડ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પિકઅપ ટેમ્પોના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર કૂદી સામેની બાજુથી આવી રહેલી આઈસર અને કાર સાથે ટકરાયો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.

Next Story