Connect Gujarat
ગુજરાત

ગુજરાતના બે આઈએએસની બદલી,મોના ખંધાર ફાઇનાન્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ હવે ફરી એકવાર વિવિધ વિભાગોમાં બદલીનો દોર શરૂ થયા છે. બે આઈએએસ બદલી કરવામાં આવી છે.

ગુજરાતના બે આઈએએસની બદલી,મોના ખંધાર ફાઇનાન્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ હવે ફરી એકવાર વિવિધ વિભાગોમાં બદલીનો દોર શરૂ થયા છે. બે આઈએએસ બદલી કરવામાં આવી છે. જેમાં મોના ખંધાર ફાઇનાન્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા છે તો મિલિન્દ તોરવણેને ટેક્સ વિભાગના ચીફ કમિશનર બનાવવામાં આવ્યા છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હવે આ પાંચ વર્ષની સરકાર માટે દરેક વિભાગમાં પ્રમાણિકતા આવે તે માટેની પહેલ કરવાના છે અને તે જ પ્રકારે હવે પ્રમાણિક અધિકારીઓની બોલબાલા જોવા મળશે. તે જ અંતર્ગત જુદા જુદા વિભાગમાં સમયાંતરે પ્રમાણિક અધિકારી નું વર્ચસ્વ વધતું જશે. આમ પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ મેન્ડેટ આપી અને મોકલેલી છે, ત્યારે પ્રજાહિતના કાર્યો અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન જ ભુપેન્દ્ર પટેલ સરકારનું અંતિમ લક્ષ્ય છે અને તે માટે જ પ્રમાણિક અધિકારીઓની પસંદગી જોવા મળશે. રાજ્યના મહત્વના વિભાગોમાં આ પ્રમાણિક અધિકારી નો દબદબો આવનારા દિવસોમાં વધતો જણાશે અને તે પ્રકારના પોસ્ટિંગ પણ ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા અધિકારીઓને આપવામાં આવશે. તેમાં પણ ખાસ કરીને પબ્લિક ડિલિંગ સાથે જોડાયેલા વિભાગોમાં આ પ્રકારના અધિકારીઓની પસંદગી કરવામાં આવશેમાનવમાં આવે છે કે આવનાર 2 મહિનાની અંદર બીજા આઈએએસ બદલી કરવામાં આવશે

Next Story