રાજ્યમાં આજે પણ ઘણા વિસ્તારોમાં મેઘમહેર, મહુવામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો

New Update
સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી

રાજ્યમાં આજે પણ ઘણા વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત છે,. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી,જામનગર અને જેતપુર વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભાવનગરના મહુવા તાલુકામાં 2 કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે મુખ્ય બજાર અને નીચાણ વાળા વિસ્તારમાં વરસાદનાં પાણી એકઠા થયા હતા. મહુવાનાં તરેડ, બોરડી, સેદરડા, ક્લેલા, સરેરા, બિલા, બાબરિયાધાર, વિજપડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ થયો છે.

આ ઉપરાંત ભાવનગરનાં ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજપરા ખોડિયાર મંદીર પર નદીની માફક પાણી વહેતા થયા છે. રાજપરા, ખાખરીયા, શામપરા, ભોજપરા સહિતના ગામડાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરુ થયો હતો.

Latest Stories