જૂનાગઢ : નગરદેવી તરીકે પૂજાતા માઁ વાઘેશ્વરી માતા ભક્તોની મનોકામનાં કરે છે પૂર્ણ, ચૈત્રી નવરાત્રીમાં દર્શન માટે ઉમટતા ભક્તો.

નગરદેવી તરીકે પૂજાતા માઁ વાઘેશ્વરી માતા...! ચૈત્રી નવરાત્રીમાં ભક્તો કરી રહયા છે માઁ વાઘેશ્વરી માતાની આરાધના, માતાજી સર્વ ધર્મ સમભાવના પ્રતીક તરીકે પણ પૂજાય છે

New Update

ગિરનારની તળેટી સ્થિત માઁ વાઘેશ્વરી માતાનો છે અનેરો મહિમા, 800 વર્ષ પૂર્વે સ્વયં પ્રગટેલા માતા નાગરદેવી તરીકે પણ પુંજાય છે

Advertisment

જુનાગઢમાં 800 વર્ષ પૂર્વે સ્વયંભૂ પ્રગટેલા માઁ વાઘેશ્વરી માતાનો અનેરો ઇતિહાસ છે,ચૈત્રી નવરાત્રી પ્રારંભ થતા ભાવિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે.

જૂનાગઢમાં ગિરનારની તળેટી સ્થિત અને 800 વર્ષ પૂર્વે સ્વયં પ્રાગટ્ય થયેલા વાઘેશ્વરી માતાજીના દર્શન ચૈત્રી નવરાત્રિના દિવસોમાં માઇ ભક્તો પૂજા અર્ચના અને દર્શન કરી રહ્યા છે. વાઘેશ્વરી માતાને જુનાગઢના નગરદેવી તરીકે પણ પૂજવામાં આવી રહ્યા છે.

નવાબના સમયમાં તેમના દ્વારા મુગટ અને છત્તર પણ માતાજીને અર્પણ કરાયું હતું. જેને કારણે પણ વાઘેશ્વરી માતાજી સર્વ ધર્મ સમભાવના પ્રતીક તરીકે પણ પૂજાય રહ્યા છે.

ગિરનાર પર્વત પર માઁ વાઘેશ્વરીનું સ્થાનક હતુ. પરંતુ તેમના ભક્તની અનન્ય ભક્તિને લઈને માતાજી પ્રગટ થયા અને ભક્તની ઈચ્છા અનુસાર માતાજી તળેટીમાં તેમના ઘરે પ્રસ્થાન કરે તેવી વિનંતીને લઈને માતાજી પર્વત પરથી નીચે પધાર્યા હતા.

 પરંતુ માતાજીએ આપેલું વચન માઈ ભક્ત દ્વારા પૂર્ણ ન થતા જે જગ્યા પર આજે વાઘેશ્વરી માતાનું મંદિર છે. ત્યાં માતાજી સ્થિર થયા અને આજથી 800 વર્ષ પૂર્વે અહીં જ જૂનાગઢના નગરદેવી તરીકે વાઘેશ્વરી માતાજી માઇ ભક્તોને તમામ મનોકામના પૂર્ણ કરે છે.

જૂનાગઢના નવાબી શાસન દરમિયાન જૂનાગઢના અંતિમ નવાબ પણ વાઘેશ્વરી માતામાં ખૂબ જ ધાર્મિક શ્રદ્ધા ધરાવતા હતા. નવાબ દ્વારા જે તે સમયે મંદિરમાં આર્થિક અનુદાન આપવાની સાથે માતાજી પર મુગટ અને છત્તરને પણ તેમના દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે.

Advertisment

 આ આભૂષણ આજે પણ વાઘેશ્વરી માતાના મંદિરમાં જોવા મળે છે. નવરાત્રિના દિવસો દરમિયાન નવાબ માતાજીના દર્શન કરવા માટે તેમના પરિવાર સાથે આવતા હોવાની પણ લોક વાયકા આજે જોવા મળે છે. તો બીજી તરફ જુનાગઢના સોલંકી અને રામ નવઘણ વંશના શાસન દરમિયાન પણ તેમનો પરિવાર માતા વાઘેશ્વરીના દર્શન કરવા માટે અચૂક પણે આવતો હતો.

ત્યારે હાલમાં ચૈત્ર નવરાત્રી ડામરિયાં નગરદેવી માતા વાઘેશ્વરીના દર્શન અર્થે ભક્તો ઉમટી રહ્યા છે,અને માતાજીના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.

 

Advertisment
Latest Stories