/connect-gujarat/media/post_banners/00629f448a502700c748789a75411d953314414cf9bea8cbe365c5ee9fe83c51.webp)
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપ પેનલનો બિનહરીફ વિજય થતાં સૌકોઈએ બિનહરીફ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાય હતી. જેમાં ભાજપ સમર્પિત પેનલનો બિનહરીફ વિજય થયો હતો. ઉમરેઠ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં 6 મંડળી વિભાગ તથા 2 વ્યક્તિ સભાસદ વિભાગમાં ભાજપ સમર્પિત પેનલનો બિનહરીફ વિજય થયો હતો.
આ મંડળી વિભાગોમાંથી પ્રકાશ બી. પટેલ (ઉમરેઠ), અર્જુનસિંહ ગોહેલ (થામણા), ડિકુલ પટેલ (ભરોડા), અનિલ પટેલ (રતનપુરા), ડાહ્યાભાઈ ચાવડા (દેવરા મપુરા), ચંદ્રકાંતસિંહ રાઉલજી (ભાલેજ) બિનહરીફ વિજયી બન્યા હતા, જ્યારે વ્યક્તિ વિભાગમાંથી વિષ્ણુ પટેલ (ઉમરેઠ) અને કિરીટ શેઠ બિનહરીફ વિજયી બન્યા હતા. તમામ વિજેતા ઉમેદવારોને આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેશ પટેલ અને જિલ્લા મહામંત્રી જગત પટેલે તમામ બિન હરીફ વિજેતાઓને ખેસ પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા.