આયુષ્યમાન ભારત યોજના હેઠળ દાહોદના લાભાર્થીએ કરાવી કીડનીની બિમારીની નિ:શુલ્ક સારવાર...

ગુજરાત રાજ્યમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળની સહાય રૂ. 5 લાખથી વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે

આયુષ્યમાન ભારત યોજના હેઠળ દાહોદના લાભાર્થીએ કરાવી કીડનીની બિમારીની નિ:શુલ્ક સારવાર...
New Update

ગુજરાત રાજ્યમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળની સહાય રૂ. 5 લાખથી વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે, ત્યારે હવે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના જરુરિયાતમંદ લોકોને નિ:શુલ્ક સારવાર મળી રહી છે. જેનો લાભ દાહોદના લાભાર્થીને મળતા સરકારનો આભાર માન્યો છે.

આ લાભાર્થી ચિરાગભાઈ... કે, જેઓ દાહોદના અનાસ ગામ ખાતે ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને 4 વર્ષ પહેલાં કીડનીની બિમારીનો ખ્યાલ આવ્યો. હવે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ખાનગી હોસ્પિટલમાં વ્યાજે પૈસા લાવી સારવાર કરાવવાનો વારો આવ્યો. પણ આજે જ્યારે તેમને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત નિ:શુલ્ક ડાયાલીસીસની સારવાર મળી રહી છે. અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુની સારવાર અમે નિઃશુલ્ક મેળવી છે. તેઓએ પહેલા પ્રાઈવેટ હોસ્પિટલમાં જ્યારે ટ્રીટમેન્ટ મેળવી હતી, ત્યારે બહુ ખર્ચો થતો હતો. પરંતુ આયુષ્યમાન ભારત યોજના આંતરગર કાર્ડ મળતા ખૂબ સારો લાભ થઈ રહ્યો છે. આમ, ચિરાગભાઈ જેવા અનેક લાભાર્થીઓને સરકારની આરોગ્યની સેવાઓનો લાભ મેળવી રહ્યા છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #treatment #Dahod #kidney disease #Beneficiary #Ayushman Bharat Yojana
Here are a few more articles:
Read the Next Article