Connect Gujarat
ગુજરાત

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જામનગરથી દ્વારકા જવા માટે રવાના...

અમિત શાહનું જામનગર એરફોર્સ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જામનગરથી દ્વારકા જવા માટે રવાના...
X

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું જામનગર એરફોર્સ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના સ્વાગતમાં મેયર બીના કોઠારી, સાંસદ પૂનમ માડમ, રાજકોટ રેન્જના આઈજી અશોક યાદવ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું તેમજ એર કમાન્ડર આનંદ સોઢી સહભાગી બન્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રીશ્રી જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે દ્વારકા જવા રવાના થશે, અને દ્વારકા ખાતે તેઓ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જામનગર એરફોર્સથી દ્વારકા જવા માટે રવાના થયા હતા. આ તકે, કેન્દ્રીય મંત્રીની સાથે સાંસદ પૂનમ માડમ પણ સામેલ થયા હતા. ત્યારબાદ દ્વારકાથી જામનગર પરત આવી તેઓ અમદાવાદ જવા માટે રવાના થશે.

Next Story