/connect-gujarat/media/post_banners/678bb2ad596d835b7857c1b505c49bdc26759bc28184ba9582f26abc6fc02a1c.webp)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં સતત કેન્દ્રીય મંત્રીઓના ગુજરાતમાં ધામા વધી ગયા છે. ત્યારે આજે ફરીવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે. ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે સુરત ખાતે આવશે. જ્યાં તેઓ સુરતના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. મહત્વનું છે કે,
આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ સુરત ખાતે સેકન્ડ ઓલ ઇન્ડિયા ઓફિશિયલ લેન્ગવેજ કોન્ફરન્સમાં હાજરી આપશે. તદુપરાંત કૃભકો ટાઉનશીપ ખાતે યોજનારા સહકારિતા સંમેલનમાં પણ તેઓ હાજર રહેશે. આ સાથે જ અમિત શાહ બાયો-ઈથેનોલ પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમિત શાહ તાજેતરમાં જ અમરેલી અને સોમનાથની મુલાકાતે આવ્યા હતા. અમિત શાહે 2 દિવસ અગાઉ જ અમરેલી ખાતે સહકારી મંડળીઓની સામાન્ય સભામાં હાજરી આપી હતી. તેમજ સોમનાથમાં હનુમાનજીની 16 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ તેમજ સમુદ્ર દર્શન પથ પર 202 મારુતિ હાટની દુકાનોનું ઉદ્ઘાટન કર્યું હતું.