વિઘ્નહર્તા દેવને કરાયો અનોખો શણગાર
ચલણી નોટો દ્વારા ગણેશજીને કરાયો શણગાર
સદભાવના ગ્રુપ દ્વારા ઉજવાય છે ગણેશ મહોત્સવ
રૂ.25 લાખની ચલણી નોટથી કરાયો છે શણગાર
ગણેશજીના શણગારે ભક્તોમાં જગાવ્યું આકર્ષણ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગણપતિ મહોત્સવમાં દરમિયાન વિઘ્નહર્તા દેવને કડકડતી ચલણી નોટોનો અનોખો શણગાર કરવામાં આવ્યો હતો,અને ભક્તોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.અને ગણપતિ મહોત્સવ દરમિયાન વિઘ્નહર્તાને કડકડતી ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો છે.ચાર પાંચ દિવસની મહેનત બાદ ચલણી નોટોથી ગણપતિ બાપાને સજાવવામાં કાર્યકર્તાઓને સફળતા પ્રાપ્ત થઇ છે. અને રૂપિયા 20 થી લઈને 50,100,200 અને 500ની ચલણી નોટો વડે ગણપતિ બાપાને શણગારવામાં આવ્યા છે. ગણપતિ બાપાના આ અનોખા શણગાર દર્શન માટે દર્શનાર્થીઓની મોટી ભીડ ઉમટી પડી હતી.
જેમ ગણપતિ બાપા લખપતિ બન્યા તેમ દરેક દર્શનાર્થીઓ લખપતિ બને તેવી મનોકામનાઓ દર્શનાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે.ત્યારે છેલ્લા 20 વર્ષથી આ સદભાવના ગ્રુપ દ્વારા ઉજવાતા ગણપતિ મહોત્સવમાં 25 લાખ રૂપિયાથી ગણપતિને શણગારમાં આવ્યા છે.અને સૌ કોઈ ગણેશજીના દર્શન કરીને બાપાના ભક્તોને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.