Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી, વરસાદને પગલે લોકોને ગરમીમાં મળશે રાહત

ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી, વરસાદને પગલે લોકોને ગરમીમાં મળશે રાહત
X

ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે લોકોને ગરમીમાં રાહત મળશે. મળતી જાણકારી અનુસાર, ગુજરાતમાં હવામાન વિભાગે 28 અને 29 મેના રોજ કમોસમી વરસાદની આગાહી કરી છે. તે સિવાય રાજ્યમાં આજથી બે દિવસ ભારે પવન ફૂંકાતા લોકોને ગરમીમાંથી રાહત મળશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં 28 અને 29 મેના રોજ કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. તે સિવાય માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદરમાં આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પાટણ,મેહસાણા, બનાસકાંઠા,સાબરકાંઠા તથા મધ્ય ગુજરાતના વડોદરા,આણંદ,ભરૂચમાં વરસાદની આગાહી કરવાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની આગાહી છે, જેના કારણે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે આગામી 25થી 29 મેના રોજ કમોસમી વરસાદ વરસશે. અંબાલાલ પટેલે હળવાથી ભારે અને તોફાની વરસાદની આગાહી કરી હતી. અરબી સમૃદ્રમાં સર્જાયેલા હવાના દબાણના કારણે વરસાદ વરસશે. અંબાલાલ પટેલના મતે ભારે વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે કેરળમાં 5થી 15મી જૂન આસપાસ ચોમાસુ શરૂ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

Next Story