/connect-gujarat/media/media_files/pmcLJ90W6MAQ7n73wBjj.png)
વડોદરા શહેર બહારથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપરL&T નોલેજ સિટી નજીક બાઈક અને પીકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 પિતરાઇ ભાઈના સ્થળ ઉપર કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના સોમા તળાવ પાસે રહેતા અને શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા 2 પિતરાઈ ભાઈ રોહિત વર્મા અને શ્રવણ વર્મા તેમજ કરણ બાઈક ઉપરL&T નોલેજ સિટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વેળા કોયલીથી વલસાડ તરફ જઈ રહેલા બોલેરો પીકઅપ વાનના ચાલકે બાઈક સવાર યુવકોને અડફેટમાં લીધા હતા.
આ અકસ્માતમાં 2 પિતરાઇ ભાઇ રાકેશ વર્મા અને શ્રવણ વર્માના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવના પગલે હાઈવે ઉપર ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો.
બનાવની જાણ થતાં જ કપૂરાઇ પોલીસ મથકનો કાફલો સહિત મૃતકોના સ્વજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા ફિરોઝ પઠાણ નામના વાન ચાલકની શોધખોળ સાથે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.