Connect Gujarat
ગુજરાત

વડોદરા : દર્ભાવતી નગરી ડભોઇમાં ઐતિહાસિક તળાવના વિકાસને 20 વર્ષના વહાણા વિત્યા છતાં ઉપેક્ષિત..!

X

ડભોઇમાં ઐતિહાસિક તળાવનો વિકાસ 20 વર્ષથી અટક્યો

બ્યુટીફિકેશનમાં પોણા કરોડ રૂપિયાનો થઇ ગયો છે ધુમાડો

રાજકીય કાવાદાવા વચ્ચે બ્યુટીફિકેશનનું કામકાજ અટક્યું

વડોદરા જીલ્લાના ડભોઇ નગરની મધ્ય આવેલા ઐતિહાસિક તળાવના બ્યુટીફિકેશન બાબતે 20-20 વર્ષના વહાણા વિત્યા છતાં જરૂરી વિકાસ અંગે તળાવ હજુ પણ ઉપેક્ષિત રહેતા ડભોઇ નગરપાલિકાના વિરોધ પક્ષ નેતાઈ સવાલ ઉઠાવ્યો છે.

વડોદરા જીલ્લાના ડભોઇ નગરની મધ્યમાં આવેલા ઐતિહાસિક તળાવના બ્યુટીફિકેશનને 20 વર્ષના વહાણા વહી જવા સાથે પોણા કરોડ રૂપિયાનો ધુમાડો પણ થઈ ગયો છે, છતાં બ્યુટીફિકેશન ત્યાં નું ત્યાં જ અટકી ગયું છે. ઐતિહાસિક દર્ભાવતી નગરીના મધ્યમાં આવેલા ઐતિહાસિક તળાવના બ્યુટીફિકેશનનું બીડું વર્ષ 2002થી 2005ના જે તે સમયના પાલિકાના બોર્ડ દ્વારા જે તે સમયના ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલની હૂફથી ઝડપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય દ્વારા રાજસભાના સંસદની રૂ. 1.25 કરોડની ગ્રાન્ટ આ બ્યુટીફિકેશન માટે વાપરવાની હતી. જોકે, આ કામના શ્રી ગણેશ પણ થઈ ચૂક્યા હતા, અને અડધા કરોડ ઉપરાંતના રૂપિયા પણ વપરાયા છે, ત્યાં તો રાજકીય કાવાદાવા વચ્ચે આ તળાવ પુરાતત્વ ખાતા હસ્તક હોય જેથી પાલિકા દ્વારા કરવામાં આવતું બ્યુટીફિકેશનનું કામકાજ અટકાવવામાં આવ્યું હતું. બસ ત્યારબાદ તંત્ર કે, જે તે સમયના પદાધિકારીઓ કે, અધિકારીઓ દ્વારા સરકારની મદદને લઈ વિવિધ તંત્રના ફોલોઅપ પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું, જે પૂર્ણવિરામ આજે પણ દૂર થયું નથી, અને રૂ. 1.25 કરોડની ગ્રાન્ટમાંથી અડધા કરોડ ઉપરાંત વપરાય ગયેલ ગ્રાન્ટના રૂપિયા પણ પાણીમાં ગયા છે. હવે સવાલ એ ઉભો થાય છે કે, સરકારના વેડફાઈ ગયેલા આ રૂપિયા માટે જવાબદાર કોણ..? આજે પણ વપરાયેલા રૂપિયા છતાં બ્યુટીફિકેશનના બદલે ડર્ટીફીકેસન જ જોવા મળી રહ્યું છે.

Next Story