Connect Gujarat
ગુજરાત

વડોદરા: સૂરસાગર તળાવમાંથી અસંખ્ય માછલીઓના મૃતદેહો મળી આવ્યા બાદ તંત્ર એકશનમાં, પાણીના સેમ્પલ લેવાયાં

સ્લગ :શું પાણી જ બન્યું માછલીના મોતનું કારણ..? વડોદરા: સૂરસાગર તળાવમાંથી અસંખ્ય માછલીઓના મૃતદેહો મળી આવ્યા બાદ તંત્ર એકશનમાં, પાણીના સેમ્પલ લેવાયાં બેન્ડ : બે દિવસથી 800થી 1000 મૃત હાલતમાં માછલી મળી આરોગ્ય વિભાગની ટીમ પાણીનું સેમ્પલ લેવા પહોંચી 5 જગ્યાએથી પાણી લઇને લેબોરેટરીમાં મોકલાયા

X

વડોદરા સુરસાગરમાંથી બે દિવસથી 800થી 1000 જેટલી મરેલી માછલી મળી આવ્યા બાદ તંત્ર એકશનમાં આવ્યુ છે ત્યારે આજે પાલિકાની આરોગ્યની ટીમ દ્વારા તળાવમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે.

વડોદરા સુરસાગરમાંથી બે દિવસ અગાઉ અસંખ્ય માછલીઓના મોત થયા બાદ આખરે તંત્ર જાગ્યું છે અને તળાવમાંથી પાણીનું સેમ્પલ લેવામાં આવ્યું હતુ. આજે પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પાણીનું સેમ્પલ લેવા માટે પહોંચી હતી. તળાવમાં 5 અલગ-અલગ જગ્યા પરથી પાણીના સેમ્પલ લેવાયા હતા. આ સેમ્પલ લેબમાં મોકલવામાં આવશે.જ્યાં માછલીઓના મોતનું સાચુ કારણ જાણી શકાશે. 5 જગ્યાએથી પાણી લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યુ છે. હવે પાણીના સેમ્પલના પરિણામ આવ્યા બાદ વધુ માહિતી બહાર આવી શકે છે.બીજુ એક કારણ એ પણ માનવામાં આવે છે કે જ્યારથી તળાવને સિમેન્ટનાં કટોરામાં ફેરવવામાં આવ્યુ છે ત્યારથી તળાવમાં ઓક્સીજનનું પ્રમાણ ઘટી જાય છે.જેના કારણે માછલી અને કાચબાના મરણ થાય છે. તેથી હવે આ વધતી માછલીના મોતથી તંત્ર જાગ્યુ છે અને પાણીના સેમ્પલ લેવાયા છે.

Next Story