વડોદરા NEETની પરીક્ષામાં થયેલ ગેરરીતિ મામલે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજ્યું

શિક્ષણ મંત્રીની હાય હાય બોલાવી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી. NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર 26 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોવાનું જણાવી વિરોધ નોંધાવ્યો હતો.

New Update
કોંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજ્યું

વડોદરા શહેરના સયાજીગંજ ડેરી ડેન સર્કલ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ NEETની પરીક્ષામાં થયેલ પેપર લીક મામલે ખોટી ચલણી નોટો ઉડાડી વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યમાં NEETની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીક મામલે તેમજ NTAને બેન કરવા અને NEET પરીક્ષાનું ફરીથી આયોજન થાય તેવી માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી તેમજ યુથ કોંગ્રેસના આગેવાનોએ સયાજીગંજ ડેરી ડેન સર્કલ ખાતે ખોટી ચલણી નોટો ઉડાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ભાજપ અને શિક્ષણ મંત્રીની હાય હાય બોલાવી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી. NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર 26 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોવાનું જણાવી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ ઉગ્ર બનતા સ્થળ પર હાજર પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ વિદ્યાર્થીઓને ડિટેઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Latest Stories