વડોદરા : પાણીગેટ દરવાજા નજીક કોમી છમકલું થતા પોલીસના ધાડેધાડા ઉતર્યા, અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ

New Update
વડોદરા : પાણીગેટ દરવાજા નજીક કોમી છમકલું થતા પોલીસના ધાડેધાડા ઉતર્યા, અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ

પાણીગેટ દરવાજા પાસે કોમીછમકલું થતા ઉત્તેજના ફેલાઈ

ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડ્યો

નગરજનોને અફવાઓથી દૂર રહેવા માટે પોલીસની અપીલ


વડોદરા શહેરના પાણીગેટ દરવાજા નજીક કોમી છમકલું થતા વિસ્તારમાં ઉત્તેજના ફેલાઈ હતી. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

વડોદરા શહેરના પાણીગેટ દરવાજાવાલી મસ્જીદ નજીક કોમી છમકલુ થતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ હતી. એક તબક્કે મસ્જિદના બારીના કાચને નુકશાન પહોંચવાની સાથે મસ્જિદ ખાતેના ચપ્પલ મૂકવાના સ્ટેન્ડ તોફાની તત્વોએ ઊંઘા પાડ્યા હતા. તો બીજી તરફ પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા ખાતે શ્રીજીની આગમન યાત્રા ટાણે કોઈએ અટકચાડો કરતાં મામલો તંગ બન્યો હોવાનું પણ અનુમાન છે. બનાવના પગલે જોઈન્ટ સીપી ચિરાગ કોરડીયા, ઝોન-4ના પન્ના મોમયા, ડીસીપી યશપાલ જગાણીયા, ડીસીબી, એસ.ઓ.જી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તો બીજી તરફ પોલીસે શ્રીજી આગમન યાત્રામાં આવેલ ડીજે સિસ્ટમ અને જનરેટર સહિતનો સામાન જપ્ત કર્યો હોવાની માહિતી મળી છે. ઘટના અંગે તલસ્પર્શી તપાસ બાદ તોફાની તત્વોની અટકાયત થશે, જ્યારે જોઈન્ટ સીપીએ નગરજનોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. જોકે, હાલ ચાર દરવાજા વિસ્તારમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાતા પરિસ્થિતિ થાળે પડી છે.

Latest Stories