વડોદરા: MS યુનિવર્સિટીમાં દર્શન રાવલના કોન્સર્ટમાં હોબાળો, યુવતી થઈ બેભાન

New Update
વડોદરા: MS યુનિવર્સિટીમાં દર્શન રાવલના કોન્સર્ટમાં હોબાળો, યુવતી થઈ બેભાન

વડોદરાની MS યુનિવર્સિટીમાં કરાયું આયોજન

દર્શન રાવલના કોન્સર્ટમાં હોબાળો

યુવતી બેભાન થઈ જતા હોબાળો

વડોદરામાં એમ એસ યુનિવર્સિટીમાં ફરી હોબાળાની ઘટના સામે આવી છે.MS યુનિવર્સિટીના ટેક્નોલોજી વિભાગમાં કોન્સર્ટનું આયોજન થયું હતું. જ્યાં યુનિવર્સિટી બહાર ટિકિટની કાળાબજારી આક્ષેપ સાથે હોબાળો થયો હતો

વડોદરામાં દર્શન રાવલના લાઈવ કોન્સર્ટ પહેલા ગેટ પર જ હોબાળો થયો હતો. યુનિવર્સિટી બહાર ટિકિટની કાળાબજારીના આક્ષેપ સાથે વિદ્યાર્થીએ હોબાળો કર્યો હતો.200 રૂપિયાના પાસ 500થી લઇને 700 રૂપિયામાં વેચાતા હોવાના આક્ષેપ કરાયો હતો. કોન્સર્ટ દરમિયાન 2 યુવતીઓ બેભાન પણ થઈ હતી.ભારે ભીડ, ગરમી અને ગભરાટને કારણે યુવતી બેભાન થઇ હતી. ફૂટપ્રિન્ટ 2023 ઈવેન્ટ અંતર્ગત દર્શન રાવલનો કોન્સર્ટ યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, MS યુનિવર્સિટીના ટેક્નોલોજી વિભાગમાં કોન્સર્ટનું આયોજન થયું હતું.

Latest Stories