/connect-gujarat/media/post_banners/35a89e8a2ca088b4383d8a0d0c923fdb438ad26bb48cd4d249f70d4e4b4fb2f5.jpg)
રાજ્યભરના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં પણ ઉનાળાના પ્રારંભે જ પાણીનો કકળાટ શરૂ થયો છે. વિવિધ વિસ્તારોમાં દુષિત પાણી, કાળું પાણી, દુર્ગંધ મારતા પાણીની બૂમો ઊઠી હતી.
તો બીજી તરફ ઓછા પ્રેશરની ફરિયાદ પણ અઢળક મળી હતી. હાલમાં જ આ ફરિયાદનો નિકાલ તો હજી સુધી આવ્યો નથી. પરંતુ કોર્પોરેશનની કચેરીમાં જ ફાયર બ્રિગેડના ટેન્કર દ્વારા પાણી મંગાવાની ફરજ પડી છે. ખાસ કરીને કોર્પોરેશનના મેયર વિંગમાં દર અઠવાડિયે 15 દિવસે નીચે આવેલી ભૂગર્ભ ટાંકીમાં ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાથી ટાંકી ખાલી થતાની સાથે જ ફાયર બ્રિગેડમાંથી પાણીનું ટેન્કર મંગાવવું પડે છે. જોકે, પાલિકામાં જ પાણીનો પોકાર હોવાની વાતનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ સહજ સ્વીકાર કર્યો હતો.