વલસાડ : વિધાનસભા ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલવારી અંગે બેઠક યોજાય

ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલવારી અંગે સંબંધિત અધિકારીઓની તાલીમ કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળી હતી.

વલસાડ : વિધાનસભા ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલવારી અંગે બેઠક યોજાય
New Update

વલસાડ જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત પાંચ વિધાનસભા મત વિસ્તારમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલવારી અંગે સંબંધિત અધિકારીઓની તાલીમ કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળી હતી.

આ તાલીમ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ ઉપસ્થિત રહી ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતા. મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય તે હેતુસર અધિકારી/કર્મચારીઓની બદલી, બઢતી તેમજ રજા ઉપર પ્રતિબંધ રહેશે. ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. કાયદો અને વ્યવસ્થા જાળવણી સિવાયનો તમામ પ્રકારનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે, જે તેમના ચૂંટણી ખર્ચમાં ગણવામાં આવશે.

આ તાલીમમાં પારડી પ્રાંત અધિકારી વસાવાએ પ્રેઝન્ટેશન દ્વારા આચારસંહિતાની અમલવારી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. ચૂંટણી અધિકારીએ આચારસંહિતા ભંગ અંગેની ફરિયાદનું નિરાકરણ સમય મર્યાદામાં થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. આ અવસરે આદર્શ આચારસંહિતા અમલવારીના નોડલ અધિકારી અને રોજગાર અધિકારી પારૂલ પટેલ, જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લાની પાલિકાના ચીફ ઓફીસરો સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#Valsad #આચારસંહિતા #ConnectFGujarat #assembly elections #વલસાડ #: વિધાનસભા ચૂંટણી #Collectorvalsad #Valsd News
Here are a few more articles:
Read the Next Article